IPL 2018: સાથી ખેલાડીઓ ખોલ્યું ધોનું સૌથી મોટું રહસ્ય, કહ્યું- કેવી રીતે રહે છે આટલા કૂલ
નોંધનીય છે કે, આઈપીએલમાં ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર છે. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકેએ અત્યાર સુધી કુલ 8 મેચ રમ્યા છે, જેમાંથી 6માં જીત મેળવી છે, જ્યારે બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં સીએસકેના 12 પોઈન્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીના વખાણ કરતાં વોટ્સને આગળ કહ્યું કે, હું તેને બેટિંગ કરતાં જોઈને ખુશ થાવ છું. તે શાનદાર ખેલાડી છે. તે કોઈપણ પ્રકારની પીચ પર બેટિંગ કરી જાણે છે. કોઈપણ બોલરનો તે સરળતાથી સામનો કરી શકે છે. તે દબાણમાં પણ બિલ્કૂલ કૂલ રહે છે.
આ જ કારણ છે કે જ્યારે તે ભારતીય ટીમના કેપ્ટન હતા, તો ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજ તેને કેપ્ટન કૂલ કહેતા હતા. કોઈપણ મુશ્કેલ સ્થિતિ અને દબાણની સ્થિતિનો તે સારી રીતે સામનો કરી શકે છે. બધા લોકો તેની આ ખૂબીના વખાણ કરતાં હતાં પરંતુ મોટાભાગનાને એ નથી ખબર કે તેની પાછળનું રહસ્ય શું છે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સ (સીએસકે)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનાના સૌથી મોટા રહસ્ય પરથી પડતો ઉંચકાઈ ગયો છે. આઈપીએલની 11મી સીઝનમાં સાથી ખેલાડી શેન વોટ્સને તેના આ રહસ્ય પરથી પડતો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે, માહિ આખરે કૂલ કેવી રીતે રહે છે. તમને જણાવીએ કે, ધોની ક્રિકેટ જગતમાં પોતાના કૂલ અંદાજ માટે જાણીતા છે.
આઈપીએલમાં ચેન્નઇ તરફથી રમી રહેલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આ સવાલનો જવાબ આપતા ધોનીનું રહસ્ય ખોલ્યું છે. તેણે કહ્યું, મેચ બાદ ધોને વધારે જોવા નથી મળતો. તે લંચ અને બ્રેકફાસ્ટ દરમિયાન પણ જોવા નથી મળતો. તેને પોતાની ઉંઘ ખૂબ જ ગમે છે. માહી જેવા ખેલાડીની સાથે રમવું કોઈ વિશેષાધિકારથી કમ નથી. તેના માટે ચેન્નઈ તરફતી રમવું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -