આ છે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના પાંચ બેટ્સમેન, એક ભારતીય ખેલાડી પણ સામેલ
પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા સાઉથ આફ્રિકાના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલરે વર્ષ 2013માં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સામે 38 બોલમાં જ સદી ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોયલ ચેલેન્જર્સ બેગ્લોર તરફથી રમતા એબી ડિવિલિયર્સે વર્ષ 2016માં ગુજરાત વિરુદ્ધ 43 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 12 સિક્સ ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે વર્ષ 2009માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા મુંબઇ ઇન્ડિયન્સ સામે 42 બોલમાં સદી ફટકારી હતી. ગિલક્રિસ્ટ ડેક્કન ચાર્જર્સ અને પંજાબ તરફથી આઇપીએલમાં રમી ચૂક્યો છે.
ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા ગુજરાતી ઓલરાઉન્ડર યુસુફ પઠાણ આ યાદીમાં બીજા ક્રમે આવે છે. તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વર્ષ 2010માં મુંબઇ ઇન્ડિયન્સ સામે 37 બોલમાં જ સદી ફટકારી હતી. પઠાણે પોતાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલ આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેણે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર બેગ્લોર તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે 30 જ બોલમાં સદી ફટકારી દીધી હતી જે આઇપીએલની અત્યાર સુધીની સૌથી ઝડપી સદી છે. તેનો આ રેકોર્ડ કોઇ પણ બેટ્સમેન તોડી શક્યો નથી. આ મેચમાં ગેઇલે અણનમ 175 રન ફટકાર્યા હતા. આ વર્ષે ગેઇલ પંજાબ તરફથી રમતો જોવા મળશે.
ઇન્ડિયન પ્રિમિયરની 11મી સીઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની પ્રથમ મેચ સાત એપ્રિલના રોજ સાંજે આઠ વાગ્યે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ વચ્ચે રમાશે. ધોની ફરી એકવાર ચેન્નઇની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આઇપીએલમાં અનેક બેટ્સમેનોએ સદી ફટકારી છે. ત્યારે અહીં આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવતા ખેલાડીઓની માહિતી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -