ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે કયા-કયા ખેલાડીઓને છૂટા કર્યા, જાણો વિગત
માર્ક વુડ, કનિષ્ક સેઠ અને ક્ષિતિજ શર્મા રિલીઝ કર્યા છે.
એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિશેલ સેન્ટનર, ડેવિડ વિલે, ડ્વેન બ્રાવો, શેન વોટસન, લુંગી નગિડી, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયુડૂ, હરભજન સિંહ, દીપક ચહર, કેએમ આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શોરી, એન.જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુ કુમાર અને ચેતન્ય બિશ્નોઈને રિટેન કર્યા છે.
ચેન્નાઇ સુપરકિંગ્સે સૌથી વધુ આઠ વિદેશી ખેલાડી સહિત 23 ખેલાડીઓને રિટેન કર્યાં છે. આઈપીએલ-12 માટે 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાનારી હરાજીમાં 20 વિદેશી અને 50 ભારતીય સહિત કુલ 70 ખેલાડી ખરીદવામાં આવશે.
મુંબઈ: આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલ 2019માં 12મી સિઝન માટે રિટેન કર્યાં છે. આઈપીએલ-12 માટે 18 ડિસેમ્બરે યોજાનારી હરાજી પહેલા આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. આઠ ટીમોએ 44 વિદેશી ખેલાડી સહિત 130 ખેલાડીઓને રિટેન કર્યા છે.