આજે IPL 2019 હરાજીઃ જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઈવ ટેલિકાસ્ટ અને LIVE Streaming
આઈપીએલ 2019ની હરાજી જયપુરમાં યોજાશે. બપોરે 2-30 કલાકે હરાજી શરૂ થશે. હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશો. આ વખતે આઈપીએલ હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે જે તમે હોટસ્ટાર પર જોઈ શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હરાજીમાં 118 કેપ્ડ અને 228 અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. હરાજી માટે સૌથી વધારે બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. જેમાં 9 ખેલાડીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી. બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, સેમ કુરેન, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જલો મેથ્યુસ અને ડાર્સી શોર્ટને 2 કરોડ રૂપિયાના ટોપ બ્રેકેટમાં રાખવામાં આવ્યા છે. આવો જાણીએ આઈપીએલ 2019ની હરાજીનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો.
જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -