કોલકાતાઃ આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 5 વિકેટે જીત મેળવી છે.  કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 161 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. સુરેશ રૈનાએ 58 રન બનાવ્યા હતા. ધોની 16 રન બનાવી આઉટ થયો હતો. ધોની અને રૈના વચ્ચે 40 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી ક્રિસ લિને 51 બોલમાં 82 રન બનાવ્યા હતા. ફાફ ડુપ્લેસિસે 4 કેચ પકડ્યા હતા. સીએસકે તરફથી ઇમરાન તાહિરે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.


બંને ટીમો આ પ્રમાણે છે.