IPL2019: દિલ્હી સામે ચેન્નઈની 6 વિકેટે જીત, ફાઈનલમાં મુંબઈ સામે ટકરાશે
abpasmita.in | 10 May 2019 04:58 PM (IST)
IPL2019ની ક્વાલિફાયર -2માં દિલ્હી સામે જીત બાદ ચેન્નઈની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેનો મુકાબલો ફાઈનલમાં મુંબઈ સાથે થશે. ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વાર ચેમ્પિયન રહી ચુકી છે અને ચાર વખત ઉપ વિજેતા પણ રહી ચુકી છે.

નવી દિલ્હી: આઈપીએલ સીઝન 12ના બીજા ક્વાલિફાયર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ચેન્નઈ ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટકરાશે. ટોસ હારીને પ્રથમ દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે ચેન્નઈને 148 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ચેન્નઈએ 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ચેન્નઈ માટે શેન વોટ્સને 32 બોલમાં 50 રન કર્યા હતા. ફાફ ડુ પ્લેસીસે 39 બોલમાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. દિલ્હી માટે અક્ષર પટેલ, અમિત મિશ્રા અને ટ્રેન્ટ બોલ્ટ 1-1 વિકેટ ઝડપી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વાર ચેમ્પિયન રહી ચુકી છે અને ચાર વખત ઉપ વિજેતા પણ રહી ચુકી છે. દિલ્હી માટે ઋષભ પંતે સર્વાધિક રન કર્યા હતા. પંતે 25 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 38 રનનું યોગદાન આપ્યું હતું. તે સિવાય કોલીન મુનરોએ 27 રન અને શ્રેયસ ઐયરે 18 રન કર્યા હતા. ચેન્નાઇ માટે દિપક ચહર, હરભજનસિંહ, રવિન્દ્ર જાડેજા અને ડવેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. જયારે ઇમરાન તાહિરે પણ 1 વિકેટ લીધી હતી. IPLમાં આ યુવકે રિષભ પંતનો કેચ પકડ્યો ને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો વિગતધોનીની દીકરી ઝિવાને કઈ હૉટ એક્ટ્રેસ કિટનેપ કરીને ઉઠાવી જવા માંગે છે? જાણો વિગતPUBGમાં ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓને હરાવવા મુશ્કેલ, કુલદીવ યાદવે કર્યો ખુલાસો