મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સે શુક્રવારે હાલની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સને 46 રને હાર આપી હતી. આ સીઝનમાં પોતાના ઘર એમ.એ. ચિદંમબર સ્ટેડિયમમાં સીઝનની પ્રથમ હાર છે. મુંબઈએ ચેન્નઈ સામે 156 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ પોતાના નિયમિત કેપ્ટન ધોની વગર ઉતરેલ ચેન્નઈ 17.4 ઓવરમાં 109 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.


આ ચેન્નઈની આ સીઝનમાં પોતાના ઘરમાં પ્રથમ હાર છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં પાંચ મેચ રમ્યા હતા અને તમામમાં જીત મેળવી હતી. ધોની ટીમમાં ન હોવા પર સુરેશ રૈનાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.



સુરેશ રૈનાએ હારની જવાબદારી લેતા કહ્યું કે, અમે મેચમાં સારી બેટિંગ ન કરી અને દરેક બીજી ત્રીજી ઓવરમાં વિકેટ ગુમાવી. જેના કારણે અમારે હારમનો સામનો કરવો પડ્યો. એક બેટ્સમેન યૂનિટ તરીકે અમારે એની જવાબદારી લેવી પડશે.

સાથે જ સુરેશ રૈનાએ બોલિંગના વખાણ કરાતં કહ્યું કે, અમારા બોલરે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યા, 155 ટનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય એમ હતો. પરંતુ અમે પાવરપ્લે અને મિડલ ઓવર્સમાં વધારે વિકેટ ગુમાવી દીધી. રૈનાએ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના વખાણ પણ કર્યા હતા.