નવી દિલ્હી: આજે વહેલી સવારથી એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક સુધી ઠપ રહ્યું હતું. જેની માહિતી એરલાઈનના સીએમડી અશ્વિની લોહાણીએ આપી હતી. એર ઈન્ડિયાનું સર્વેર સવારે 3.30 વાગ્યાથી ડાઉન હતું. જેનાથી દુનિયાભરના યાત્રીઓને પેરશાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. ફ્લાઈડ મોડી થવાથી યાત્રીઓને થયેલી પરેશાની માટે એરલાઈને માફી માંગી છે.



સર્વર ઠપ હોવાના કારણે ડોમેસ્ટિકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ હતી. એરલાઈન્સના SITA સર્વરમાં ખરાબીની વાત ખૂદ કંપનીએ સ્વીકારી છે. સર્વર ડાઉન હોવાના કારણે યાત્રીઓને બોર્ડિંગ પાસ પણ મળ્યા નહતા. તેથી યાત્રીઓએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો પણ કર્યો હતો.