નવી દિલ્હીઃ શુક્રવારે આઈપીએલના બીજા ક્વોલિફાયર મેચમાં ધોનીની આગેવાનીમાં સીએસકેએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હાર આપીને આઠમી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું. ધોનીએ આઠમી વખત આઈપીએલમાં ફાઈનલમાં સ્થાન મેળવવાની ક્રેડિટ બોલરોને આપી. તેમણે કહ્યું કે, બોલિંગ વિભાગે સતત સારું પ્રદર્શન કર્યું જેના જોરે તેની ટીમ ફરી એક વખત આઈપીએલ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી.

સીએસકેના બોલરેએ દિલ્હી કેપિટલ્સને નવ વિકેટ પર 147 રન પર જ રોકી દીધા હતા. બાદમાં ચેન્નઈએ 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી.



ધોનીએ મેચ બાદ કહ્યું, “ખેલાડીઓએ આજે જે રીતે રમત રમી છે તે શાનદાર હતી. સ્પિનરોને ટર્ન મળી રહ્યા હતા અને અમે યોગ્ય સમય પર વિકેટ લીધી. તેમની પાસે ડાબોડી બેટ્સમેન હતા અને અમારા ડાબોડી સ્નિપરોએ તેમની સામે સારું પ્રદર્શન કર્યું. સતત વિકેટ મેળવવી એ મહત્ત્વપૂર્ણ રહ્યું.”

તેમણે કહ્યું, “બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન તરીકે મારે જે જોઈએ એ તેને કવ છું. બાદમાં એ પ્રમાણે બોલિંગ કરવાનું તેમનું કામ છે. આ સીઝનમાં અમે આજે જ્યાં પણ છીએ તેના માટે બોલિંગ વિભાગનો આભાર.”