અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મહારાષ્ટ્રનાં આંબોલી નજીક બે કાર અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો. હાઈવે ક્રોસ કરતાં બાઈક ચાલકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો મુંબઈનાં કાંદિવલી, પનવેલ અને મોખડાનાં વતની છે.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાનુ તાલુકામાં અમ્બોલી ગામ પાસે બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરથી વાગી હતી કે ત્રણેય વાહનને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યાં હતાં. બન્ને કારમાં 8 લોકો સવાર હતા જેમાંથી 6 લોકોનાં મોત નિપજ્યાં હતાં.

મળતી માહિતી પ્રમાણે કાર મુંબઈથી ગુજરાત તરફ જઇ રહી હતી. કારની ઝડપ બહુ જ વધારે હતી તેવું જાણવા મળ્યું હતું. બાઇક સામેથી આવી ગઈ હતી તે દરમિયાન બાઈકને બચાવવા જતાં બન્ને કારની ટક્કર વાગી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય કારે પણ ટક્કર મારતા 6 લોકોને કાર ભરખી ગયો છે.

અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે એમ્બ્યુલ્સને ઘટનાસ્થળે આવી ગઈ હતી. એક સાથે 6 લોકોનાં મોત થવાથી અરેરાટી વ્યાપી ગઇ હતી.