નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગીલુને આઈપીએલની આગામી સીઝન માટે ગુરુવારે દિલ્હી કેપિટલ્સે સલાહકાર તરીકે નિમણૂંક કરી છે. ગાંગુલી પોતાની નવી ભૂમિકામાં મુખ્ય કોચ રિકી પોન્ટિંગની સાથે મળીને કામ કરશે.

દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા પછી ગાંગુલીએ કહ્યું હતું કે હું દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈને ઘણો ખુશ છું. હું ઘણા વર્ષોથી જિંદલ અને જેએસડબલ્યૂ ગ્રૂપને જાણું છું અને તેમની સાથે જોડાઈને ઉત્સાહિત છું.



ગાંગુલીનું જોડાવવું પોતાના પ્રથમ આઈપીએલ ટાઇટલ માટે તરસી રહેલી દિલ્હીની ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે દાદા ફક્ત સારા રણનીતિકાર જ નહીં પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં પણ મદદરૂપ બની શકે છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે મુંબઈ સામે રમશે.