IPL: ટ્રેડિંગ વિંડો દ્વારા દિલ્હીથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, હવે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બતાવશે જલવો
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિંડો દ્વારા ગુરુવારે ઓલરાઉન્ડર જયંત યાદવને 12મી સીઝન માટે ટીમમાં સામેલ કર્યો છે. જયંત 2015થી દિલ્હી તરફથી રમતો હતો. મુંબઈએ આઈપીએલ 2019 માટે બીજી વખત કોઇ ખેલાડીને તેમની ટીમમાં ટ્રાન્સફર વિંડો દ્વારા સામેલ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલમાં જયંતને માત્ર 10 મેચ રમવાનો મોકો મળ્યો છે. યાદવ ભારત તરફથી ચાર ટેસ્ટ અને એક વન ડે રમી ચુક્યો છે. જયંત યાદવ હવે નવી સીઝનમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં જલવો બતાવશે.
આ પહેલા ત્રણ વખતની વિજેતા મુંબઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાંથી દક્ષિણ આફ્રિકાના વિકેટકિપર ક્વિન્ટોન ડી કોકને સામેલ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ આ અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમારી ટીમ હવે યોગ્ય સંતુલન સાથે તૈયાર છે. જયંતનો બોલિંગ અને બેટથી અનુભવ અને યોગ્યતા શાનદાર છે. હવે તે અમારી ટીમનો સભ્ય છે તેથી હું ખુશ છું.
જયંત યાદવ 4 ટેસ્ટની 6 ઇનિંગમાં 1 સદી અને 1 અડધી સદીની મદદથી 228 રન નોંધાવી ચુક્યો છે. ટેસ્ટમાં તેણે 11 વિકેટ પણ ઝડપી છે. જ્યારે 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 85 ઈનિંગમાં 3 સદી અને 7 અડધી સદી વડે 1982 રન બનાવ્યા છે. લિસ્ટ એની 47 મેચમાં યાદવે 3 અડધી સદીની મદદથી 666 રન ફટકાર્યા છે. જ્યારે 2013થી લઈ રમેલી 40 ટી20માં 113.5ના સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા છે. IPLની 10 મેચમાં તેણે 4 વિકેટ પણ લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -