વોટસન અને તાહીરના દીકરા સાથે ધોનીએ લગાવી રેસ, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Apr 2019 04:25 PM (IST)
શનિવારે ચેન્નઈની જીત બાદ વોટસનનો દીકરો અને તાહિરોનો દીકરો રેસ લગાવી રહ્યા હતા ત્યારે ધોની પાછળથી આવ્યો અને રેસનો હિસ્સો બની ગયો. ધોની તાહિરના દીકરાને ઉઠાવીને વિનિંગ લાઇન સુધી પહોંચ્યો અને રેસ ખતમ કરી.
ચેન્નઈઃ ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના તેની પુત્રી જીવા સાથેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે. પરંતુ આ વખતે ધોની સીએસકેની ટીમના સાથી ખેલાડી શેન વોટ્સન અને ઇમરાન તાહિરના દીકરા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. શનિવારે ચેન્નઈના એમ ચિદંબરમ સ્ટેડિયમમાં સીએસકે અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં ધોનીની ટીમનો 22 રનથી વિજય થયો હતો. જીત બાદ વોટસનનો દીકરો અને તાહિરોનો દીકરો રેસ લગાવી રહ્યા હતા ત્યારે ધોની પાછળથી આવ્યો અને રેસનો હિસ્સો બની ગયો. ધોની તાહિરના દીકરાને ઉઠાવીને વિનિંગ લાઇન સુધી પહોંચ્યો અને રેસ ખતમ કરી. ધોનીનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ પડી રહ્યો છે. આ પહેલા ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર જીવાની સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ધોની જીવાને વિવિધ ભાષામાં હાલચાલ પૂછી રહ્યો હતો અને જીવા તે ભાષામાં ધોનીને જવાબ આપતી હતી.