નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનના ફાઇનલની ટિકિટ માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મિનિટમાં જ વેચાઇ ગઈ હતી. જે આઈપીએલ ફેન્સની રમત પ્રત્યે ઘેલછા તો દર્શાવે છે પરંતુ તેની સાથે પારદર્શિતા પર પ સવાલ ઉઠાવે છે. બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ ટિકિટ માટે વેચાણ શરૂ કર્યું હતું. આ માટે કોઇ જાહેરાત પણ નહોતી આપવામાં આવી તેમ છતાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.


આ અંગે હૈજરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની કાર્યકારી સમિતિના એક સભ્યએ સવાલ ઉઠાવતાં કહ્યું, ફાઇનલ માટે તમામ ટિકિટો સેકન્ડોમાં કેવી રીતે વેચાઇ શકે ? આ ઘણું ચોંકાવનારું છે અને BCCIએ ફાઇનલ જોવાની ઇચ્છા રાખતાં પ્રશંસકોનો દૂર રાખવાનો જવાબ આપવો પડશે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ટિકિટ અંગે ખબર પડી ત્યાં સુધીમાં તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 12 મેના રોજ યોજાશે. આ સ્ટેડિયમની ક્ષમતા 39,000 પ્રેક્ષકોને સમાવવાની છે. મોટાભાગની મેચોમાં 25,000થી 30,000 ટિકિટ વેચાઇ જાય છે. પરંતુ આ વખતે એવું શું થયું કે કોઇને ખબર ન પડી અને બે મિનિટમાં જ તમામ ટિકિટ વેચાઇ ગઇ. સૂત્રોના જણાવ્યા મુજબ 1000, 1500, 2000, 2500 અને 5000 રૂપિયાની ટિકિટો વેચાવાની હતી, પરંતુ EventsNowએ 1500, 2000, 2500 અને 5000 વાળી જ ટિકિટો વેચી. અન્ય 12,500, 15,000 અને 22,500 રૂપિયાની ટિકિટનું શું થયું તે ખબર નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે.

EventsNowના સુધીર રેડ્ડીએ આ અંગે કહ્યું, હું આ અંગે કોઇ જાણકારી આપી શકું નહીં. અમને જે ટિકિટો મળી હતી તે વેચી છે. આ અંગે બીસીસીઆઈ જવાબદાર છે અમે નહીં. HCAના અધિકારીએ કહ્યું કે, ઇવેન્ટ્સનાઉ અને બીસીસીઆઈએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.

મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં પહોંચી ચુકી છે. શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી બીજી ક્વોલિફાયરની ટીમ ફાઇનલમાં પહોંચશે.

IPLના ઇતિહાસમાં આ રીતે આઉટ થનારો બીજો ખેલાડી બન્યો અમિત મિશ્રા, જાણો વિગત

હાર્દિક પંડ્યાએ આ ખેલાડીને ગણાવ્યો તેની પ્રેરણા, તસવીર શેર કરીને લખ્યું કઇંક આમ

ધોરણ-12 સાયન્સનું પરિણામઃ અમદાવાદના ટોપર્સ ભવિષ્યમાં શું બનવા માંગે છે ? જુઓ વીડિયો