આ છે IPLમાં સૌથી વધારે 0 પર આઉટ થનારા બેટ્સમેન, ટોપ-5માં બધા ભારતીયો....
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં આવે છે. તેના નામે 173 મેચોમાં 12 શૂન્ય નોંધાઈ ચૂક્યા છે અને તે છઠ્ઠા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, આ લિસ્ટમાં ટૉપ-6માં તમામ નામ ભારતીય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં ચોથું નામ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનું છે. પાર્થિવ પણ 125 મેચોમાં 12 વખત 0 રનના સ્કોરે પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. ઉપરાંત ગૌતમ ગંભીર પણ 154 મેચોમાં 12 વખત ઝીરો પણ આઉટ થઈ ચૂક્યો છે અને તે આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.
ત્રીજું નામ મનીષ પાંડેનું છે. તેણે અત્યાર સુધી 118 મેચોમાં 12 ઝીરો નોંધાવ્યા છે.
આ યાદીમાં બીજા ક્રમ પર પીયૂષ ચાવલાનું નામ છે. તેણે 144 મેચો રમી છે જેમાં તે 12 વખત 0 પર આઉટ થઈ ચૂક્યો છે.
IPLમાં અત્યાર સુધી સૌથી વધુ વખત 0 પર આઉટ થવાનો રેકોર્ડ ભારતના ઑફ સ્પિનર હરભજન સિંહના નામે છે. હરભજ અત્યાર સુધીમાં 149 મેચોમાં કુલ 13 વખત ઝીરોએ આઉટ થયો છે.
નવી દિલ્હીઃ આઈપીએલને સૌથી વધારે એ વાત માટે ઓળખવામાં આવે છે કે અહીં તાબડતોડ બેટિંગ જોવા મળે છે. ક્રિકેટ ફેન્સ પણ એ જ ઈચ્છે છે કે આ લીગમાં તેને બેટ્સમેનો દ્વારા તોફની બેટિંગ જોવા મળે અને તેમનું ખૂબ મનોરંજન થાય, પરંતુ કેટલાક બેટ્સમેન એવા પણ છે જે ઝડપથી રન બનાવવાના પ્રયત્નમાં ઝીરો પર આઉટ થઈ જાય છે. આવો એક નજર કરીએ આઈપીએલમાં ટોપ પાંચ બેટ્સમેન પર જે સૌથી વધારે વખત ઝીરો પર આઉટ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -