IPL: ફાઈનલ માટે સ્થળની થઈ જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ......
abpasmita.in | 23 Apr 2019 11:20 AM (IST)
આઈપીએલ 2019ના ફાઈનલ મેચ માટે સ્થળની જાહેરાત કરવામાં આવી છે. સીઝન-12ની ફાઈનલ મેચ 12 મેના રોજ હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના ફાઈનલ મેચ માટે સ્થળની જાહેરાત કરવામાં આવી છે. સીઝન-12ની ફાઈનલ મેચ 12 મેના રોજ હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ક્વોલીફાયર-1 ચેન્નઈ અને ક્વોલીફાયર-2 અને એલિમિનેટર વિશાખાપટ્ટનમાં રમાશે. તમિલનાડુ ક્રિકેટ સંઘ (ટીએનસી)ને આઈ. જે અને કે સ્ટેન્ડ ખોલવાની મંજૂરી ન મળી, જેના કારણે ફાઈનલ મેચ હૈદ્રાબાદમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પ્લેઓફ મેચ હાલની વિજેતા અને ફાઈનલ સુધી પહોંચનાર ટીમના ઘરેલુ મેદાન પર રમાતા હોય છે. પરંતુ કેટલીક મુશ્કેલીઓને કારણે બીસીસીઆઈએ વિશાખાપટ્ટનમમાં મેચ કરાવવાનો નિર્ણય લેવો પડ્યો. ચેન્નઈમાં ક્વોલિફાયર-1 સાત મેના રોજ રમાશે. હૈદ્રાબાદમાં એલિમિનેટર અને ક્વોલિફાયર-2 રમાવાના હતા, પરંતુ 6, 10 અને 14 મેના રોજ સ્થાનીક ચૂંટણીને કારણે પોલીસ જરૂરી સુરક્ષા અને મંજૂરી આપવાની સ્થિતિમાં નથી. વિશાખાપટ્ટનમાં 8 અને 10મેના રોજ ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચ રમાશે.