મોહાલી: આઈપીએલમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મોહાલીમાં આજે મુકાબલો છે. બંને ટીમોની ચોથી મેચ છે. અત્યાર સુધીમાં રમાયેલી 3-3 મેચમાં બંને ટીમોએ 1-1 મેચમાં હારનો સામનો કર્યો છે. સ્કોર બોર્ડમાં દિલ્હી કેપિટલ્સ ચોથા નંબર પર છે. પંજાબ ટીમ પાંચમાં ક્રમે છે.


રબાડાની શાનદાર બોલિંગના કારણે શનિવારે દિલ્હી કેપિટલ્સે આઈપીએલના ઈતિહાસમાં સુપર ઓવરમાં પોતાના સૌથી ઓછા સ્કોર 10 રનનો સફળતાપૂર્વક બચાવ કરતા 3 રને જીત મેળવી હતી.
હવે તમામનું ઘ્યાન એ વાત પર હશે કે દક્ષિણ આફ્રીકાનો આ ફાસ્ટ બોલર ક્રિશ ગેઈલષ કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ડેવિડ મિલર જેવા ખેલાડીઓ સામે કેવું પ્રદર્શન કરશે.

પંજાબની ટીમે હોમગ્રાઉન્ઢ પર મુંબઈની ટીમને સરળતાથી હરાવી હતી. પંજાબના ઓપનર્સે સારૂ પ્રદર્શન કર્યું હતું. લોકેશ રાહુલે 71 રન બનાવ્યા હતા. પંજાબની ટીમના ખેલાડીઓને હોમગ્રાઉન્ડનો ફાયદો મળશે.

ICCએ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા નિયમોમાં કર્યા ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થઈ શકશે આઉટ, જાણો વિગત