રાજસ્થાનની બેટિંગમાં 19મી ઑવર આન્દ્રે રસેલ ફેંકી રહ્યો હતો. પહેલા 3 બૉલ પર રિયાને જોફ્રા આર્ચર સાથે 3 સિંગલ લીધા. આ સમયે ટીમને જીત માટે 9 બૉલમાં 15 રનની જરૂર હતી, પરંતુ રિયાને આ ઑવરનાં ચોથા બૉલ પર છગ્ગો લગાવીને માહોલ રાજસ્થાનનાં પક્ષમાં કરી દીધો હતો. તેના પછીનાં જ બૉલે, જે એક ઝડપી બાઉન્સર હતો, રિયાને મોટો શૉટ ફટકારવાનો પ્રયત્ન કર્યો. બૉલ તેના બેટ પર લાગીને વિકેટની પાછળની બાઉન્ડ્રી પાર ગયો. અમ્પાયરે તરત જ તેને ચોગ્ગો આપ્યો હતો, પરંતુ હકીકત કંઇક અલગ હતી.
રિયાને જેવો જ શૉટ માર્યો તેનું બેટ સ્ટંપ્સ પર અડ્યું હતુ અને બેલ્સ પડી ગઇ હતી. આ જોઇ રિયાન પેવિલિયન પરત જવા માંડ્યો હતો, ત્યારે અમ્પાયરને થયું કે તેમનો નિર્ણય ખોટો છે. તેમણે તરત જ પોતાનો નિર્ણય બદલ્યો અને થર્ડ એમ્પાયર પાસે ચેક કરાવ્યું. રસેલનો આ બૉલ નૉ બૉ નહોતો અને રીપ્લેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે રિયાન પરાગ હિટ વિકેટ આઉટ છે. આ રીતે રિયાન પરાગે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.