નવી દિલ્હીઃ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમાયેલ મેચમાં સીએકએ શાનદાર જીત મેળવી હતી. રવિવારે રમાયેલ આ મેચ સીએસકેએ પાંચ વિકેટે જીતી લીધી હતી. સાથે જ આઈપીએલમાં 8માંથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઠમાંથી આ 5મી અને સતત ત્રીજી હાર હતી. મેચ બાદ સીએસકેના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. ધોની અને કેદાર જાધવ એક જ પ્લેટમાં ભોજન કરતાં જોવા મળ્યા. કેદાર જાધવે ધોનીને હોતાના હાથે ખવડાવ્યું હતું.


સોશિયલ મીડિયાં પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેદાર જાધવએ વીડિયો શેર કરતાં લખ્યું- ‘બ્રોમાંસ’. આ પહેલા પણ કેદાર જાધવ અને એમએસ ધોનીનો વીડિયો વાયરલ થયો હતો. આ વખતે ડ્રેસિંગ રૂમમાં સાથે ભોજન કરતાં જોવા મળ્યા. ધોની કોફી પી રહ્યો હતો અને કેદાર જાધવ પોતાના હાથે તેને ખવડાવી રહ્યો હતો. 3 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે આ વીડિયોને. હાર્દિક પંડ્યાએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેણે હાર્ટની ઈમોજી બનાવી છે.