કોંગ્રેસના સ્ટાર પ્રચારક એવા હાર્દિક પટેલને હાલ, હેલિકોપ્ટર ફાળવાયું છે. હાર્દિક પટેલ ગુજરાતના ખૂણે ખૂણામાં પ્રચાર કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદઃ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. ત્યારે હાર્દિક લોકસભાની ચૂંટણીને લઈને ઠેર ઠેર કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક એવા હાર્દિક પટેલને હાલ, હેલિકોપ્ટર ફાળવાયું છે. હાર્દિક પટેલ ગુજરાતના ખૂણે ખૂણામાં પ્રચાર કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સુધીમાં હાર્દિકની સભાઓ અને રેલીઓમાં વધારો થશે. હાર્દિકની 50થી વધુ સભા અને રેલીઓનો અત્યાર સુધીનો કાર્યક્રમ છે.