કોલકત્તાની ટીમે પોતાના આ ખેલાડીને વૉટ્સએપ મેસેજ કરીને IPLની ટીમમાંથી કરી દીધો બહાર, જાણો વિગતે
આમ પણ મિશેલ સ્ટાર્કનુ આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં આઇસીસી વનડે વર્લ્ડકપ અને એશિઝ સીરીઝ જેવા વ્યસ્ત કાર્યક્રમના કારણે ટી20 લીગની આગામી સિઝનમાં રમવું સંદિગ્ધ જ હતુ. સ્ટાર્કે જણાવ્યું કે તેને કેકેઆરે વૉટ્સએપ મેસેજે મોકલીને કૉન્ટ્રાક્ટ પુરો થયો હોવાની માહિતી આપી છે.
ચોંકાવનારી વાત એ છે કે ફ્રેન્ચાઇઝીએ મિશેલ સ્ટાર્કને ટીમમાંથી બહાર થવાની માહિતી વૉટ્સએપ મેસેજ કરીને આપી હતી. કેકેઆરે મિશેલ સ્ટાર્કને વૉટ્સએપ મેસેજ કરીને કહ્યું કે તેનો ટીમ સાથે કૉન્ટ્રાક્ટ પુરો થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, કેકેઆરે મિશેલ સ્ટાર્કને 9.4 કરોડ રૂપિયાની ભારેભરખમ કિંમત ખર્ચીને ટીમની સાથે જોડ્યો હતો, પણ તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન પગમાં ઇજા થવાના કારણે 2018ની સિઝનમાં ન હતો રમી શક્યો.
કોલકત્તાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ (કેકેઆર)એ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. મિશેલ સ્ટાર્કની સાથે ટીમે આઇપીએલની 12 સિઝન માટે કૉન્ટ્રાક્ટ પુરો કરી દીધો છે.