નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવનારા મહેન્દ્રસિંહ ધોનીના મતે તેના માટે સૌથી મોટો અપરાધ હત્યા કરવી નહીં પણ મેચ ફિક્સિંગ કરવી છે. મારા પર પણ મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો અને ટીમ પણ તેમાં સામેલ હતી. આ વાત ધોનીએ જલ્દી રિલીઝ થનારી ડોક્યુમેન્ટ્રીમાં કહી છે.

સ્પોટ ફિક્સિંગ માટે બે વર્ષના પ્રતિબંધ પછી ચેન્નાઈ સુપરકિંગ્સની ગત વર્ષે આઈપીએલમાં વાપસી પર કેન્દ્રીત ડોક્યુમેન્ટ્રી ‘રોર ઓફ ધ લાયન’ના 45 સેકન્ડના ટ્રેલરમાં ધોનીએ કહ્યું હતું કે ટીમ તેમાં (મેચ ફિક્સિંગ)માં સામેલ હતી, મારી ઉપર પણ આરોપ લાગ્યા હતા. આ બધા માટે ઘણો મુશ્કેલ સમય હતો. વાપસી કરવી ભાવુક ક્ષણ હતી અને મે હંમેશા કહ્યું છે કે જે બાબતથી તમારું મોત નથી થતું તે તમને મજબૂત બનાવે છે. આ ડોક્યુમેન્ટ્રી 20 માર્ચથી હોટસ્ટાર પર જોવા મળશે.


ધોનીએ 2018માં ચેન્નાઈ ફ્રેન્ચાઇઝીની આગેવાની કરતા ત્રીજુ આઈપીએલ ટાઇટલ જીત્યું હતું અને ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી હતી. સ્પોટ ફિક્સિંગના કારણે ચેન્નાઈ સુપરકિંગ્સ ઉપર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો.