નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું રવિવારથી રણશિંગૂ ફૂંકાઈ ગયું છે. દરેક પક્ષો તેમના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. આ દરમિયાન NCPના અધ્યક્ષ શરદ પવારે આજે લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ પહેલા એવા રિપોર્ટ હતા કે તે પશ્ચિમ મહારાષ્ટ્રના માધા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.

લોકસભા ચૂંટણી 2019: ગ્રાફિક્સમાં જુઓ સમગ્ર ચૂંટણી શિડ્યૂલ


પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પુણેમાં મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે, તેમણે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પરિવાર સાથે વાત કર્યા બાદ અમે ચૂંટણીમાં આગામી પેઢીને ઉતારવી જોઈએ તેવા ફેંસલા પર પહોંચ્યા છીએ. અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ દ્વારા પાર્થ પવારને મવલ સીટ પરથી ચૂંટણી લડવા માટેનું કહ્યું છે. પાર્થ શરદ પવારનો ભત્રીજો અને અજીત પવારનો પુત્ર છે.

લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો

એનસીપી પ્રમુખે કહ્યું કે, પાર્ટી ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરશે. એક ઈન્ટરવ્યૂમાં પાર્થે મવલ સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના શ્રીરાંગ બાર્નો આ સીટ પરથી આશરે એક લાખ સિત્તેર હજાર વોટથી વિજેતા થયા હતા.

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પછી જાહેર થશે અન્ય ઉમેદવારોની જાહેરાત, જુઓ વીડિયો