મુંબઈઃપંજાબે મેચ જીતવા આપેલા 198 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20મી ઓવરના છેલ્લા બોલ પર રોમાંચક વિજય મેળવ્યો હતો. પોલાર્ડે છગ્ગાનો વરસાદ કરતા મેચને ઘણી નજીક લઈ ગયો હતો. તેણે 31 બોલમાં 10 સિક્સર અને 3 ફોરની મદદથી 83 રન કર્યા હતા. પરંતુ તે આઉટ થયો ત્યારે ટીમને 4 બોલમાં 4 રન અને પછી 1 બોલમાં 2 રનની જરુર હતી. તેવામાં ગઈ મેચના હીરો અને પોલાર્ડના હમવતન અલઝારી જોસેફે અંકિત રાજપૂતના ફૂટ ટોસને સીધો માર્યો હતો. લોન્ગ-ઓનનો ફિલ્ડર દૂર ઉભો હોવાથી મુંબઈએ સરળતા સાથે 2 રન પૂરા કરીને આ ક્લાસિક મેચ જીતી હતી. આ મુંબઈનો ઘરઆંગણે સર્વાધિક રન ચેઝ છે.


આઈપીએલ 2019માં 24મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી હતી. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 197 રન બનાવ્યા હતા.


ગેઇલ-રાહુલની શાનદાર બેટિંગ

પંજાબના ઓપનરો ક્રિસ ગેઇલ અને લોકેશ રાહુલે ટીમને આક્રમક શરૂઆત અપાવતા 12.5 ઓવરમાં 116 રનની પાર્ટનરશિપ કરી હતી. ગેઇલે 36 બોલમાં સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે મુંબઈના બોલર બ્રેડોફની એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. લોકેશ રાહુલે 64 બોલમાં છ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા.


રોહિત ઈજાગ્રસ્ત હોવાના કારણે મુંબઈ તરફથી રોહિત શર્મા આજની મેચમાં નથી રમી રહ્યો. તેના સ્થાને પોલાર્ડ મુંબઈની કેપ્ટનશિપ કરી હતી. જ્યારે પંજાબ પણ ટીમમાં બે ફેરફાર કર્યા હતા. કરૂણ નાયર અને વિજોનનો પંજાબની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.


બંને ટીમો આ પ્રમાણે છે. આઈપીએલના ઇતિહાસમાં પોલાર્ડ પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે.