મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન માટે 18 ખેલાડીઓને કર્યા રિટેન, જાણો કોને કોને કરાયા બહાર
મુંબઈ ઇન્ડિયન્સે જે વિદેશી ખેલાડીઓને રિલીઝ કર્યા છે તેમાં જેપી ડૂમિની, પેટ કમિંસ, મુસ્તાફિડૂર રહેમાન, અકિલા ધનંજય સામેલ છે. તે સિવાય ભારતીય ખેલાડીઓમાં સૌરભ તિવારી, પ્રદીપ સાંગવાન, શરદ લુંબા, તજિંદર સિંહ ઢિલ્લો, મોહસિન ખાન, એમડી નિધેશ, રિલીઝ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિટેન કરેલા ભારતીય ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, ક્રૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, મયંક માર્કડેય, આદિત્ય તારે, ઇશાન કિશન, રાહુલ ચાહર, અનુકુલ રોય અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે વિદેશી ખેલાડીઓમાં કીરોન પોલાર્ડ, બેન કટિંગ, એવિન લુઇસ, મિશેલ મેક્લેનધન અને એડમ મિલ્નેને આગામી સિઝન માટે રિટેન કર્યા છે. રોહિત શર્મા ટીમનું નેતૃત્વ યથાવત રાખશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણવાર ચેમ્પિયન રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આગામી સીઝન 2019 માટે ખેલાડીઓની હરાજી પહેલા 18 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ સિવાય પાંચ બિન અનુભવી અને ચાર વિદેશી ખેલાડીઓ સહિત કુલ 10 ખેલાડીઓને બહાર પણ કરી દીધા છે.
રિટેન ખેલાડીઓ: રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા, ક્રૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, મયંક માર્કડેય, આદિત્ય તારે, ઇશાન કિશન, રાહુલ ચાહર, અનુકુલ રોય અને સૂર્યકુમાર યાદવ, ક્વિંટન ડી કોક, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, એવિન લુઇસ, મિશેલ મેક્લેનધન અને એડમ મિલ્ને, સિદ્ધેશ લાડ અને જેસન બેહરેનડોર્ફ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -