બેંગલૂરૂ: આપીએલની 12 સીઝનની 44મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપરકિંગ્સને 46 રને હરાવ્યું હતું. મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીમાં પહેલી વાર આ સિઝનમાં ઘરઆંગણે મેચ હાર્યું હતુ. ચેન્નઈની આ 12 મેચમાં ચોથી હાર છે પરંતુ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે મુંબઈના 11 મેચમાં 14 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. મુંબઈ બાકીની 3માંથી 1 મેચ જીતે તો પ્લે-ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દેશે.


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે  4 વિકેટ ગુમાવીને ચેન્નઈ સુપર કિંગ્સને 156 રનનો લક્ષ્યાંક આપ્યો  હતો. તેના જવાબમા ચેન્નઇ સુપરકિંગ્સ 109 રનમાં ઓલઆઉટ થયું હતું. ચેન્નઇ માટે મુરલી વિજયે સર્વાધિક 38 રન કર્યા હતા. મુંબઈ માટે લસિથ મલિંગાએ 4 વિકેટ, જસપ્રીત બુમરાહ અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ જયારે હાર્દિક પંડ્યા અને અનુકૂલ રોયે 1-1 વિકેટ લીધી હતી.

મુંબઈ તરફથી કેપ્ટ્ન રોહિત શર્માએ સિઝનની પ્રથમ ફિફટી ફટકારતા 48 બોલમાં 67 રન કર્યા હતા. ઇવીન લુઈસે 32 રન બનાવ્યા હતા.




ચેન્નઈની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. ધોની, રવિન્દ્ર જાડેજા અને ફાક ડૂ પ્લેસિસ ટીમમાં નથી. આ ત્રણેયની જગ્યાએ મિશેલ સેન્ટનર, ધ્રુવ શોરી અને મુરલી વિજયને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.એમએસ ધોનીની તબીયત ખરાબ હોવાના કારણે તે પ્લેઓફમાંથી બહાર હતા.


ચેન્નઈએ પોતાની અંતિમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ મેચમાં ઓપનર શેન વોટસને આક્રમક બેટિંગ કરી હતી.