મુંબઈઃ આઈપીએલ 2019ની 15મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. ચેન્નઇએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની બેટિંગ દરમિયાન 8મી ઓવરના પ્રથમ બોલ પર રોહિત શર્મા આઉટ થયો હતો. જાડેજાની બોલિંગમાં ધોનીએ સ્ટંપ પાછળ ફરી એક વખત ચપળતા બતાવતાં રોહિત શર્માના બેલ્સ ઉડાવી દીધા હતા. જોકે એમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો હતો.