નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 55મી મેચમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ  અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો થયો હતો. ચેન્નાઈએ મેચ જીતવા આપેલા 171 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 173 બનાવી મેચ જીતી હતી. પંજાબના ઓપનરોએ આક્રમક શરૂઆત કરી હતી. ક્રિસ ગેઇલ અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ કરી હતી. રાહુલે 36 બોલમાં વિસ્ફોટક 71 રન બનાવ્યા હતા.  ગેઇલે 28 બોલમાં 28, નિકોલસ પુરને 22 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. સીએસકે તરફથી હરભજન સિંહે 3 વિકેટ લીધી હતી.


મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. CSK તરફથી ફાફ ડુપ્લેસિસે 55 બોલમાં 96 રન ફટકાર્યા હતા. રૈનાએ 38 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી સેમ કરને 3 તથા મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી.


ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી ચુકી છે અને હાલ તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.


બંને ટીમો આ પ્રમાણે છે.