IPL 2019: RCBનો આ વિસ્ફોટક ખેલાડી હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મચાવશે ધમાલ, જાણો વિગત
વર્ષ 2018ની આઇપીએલ હરાજીમાં ડિ કોકને આરસીબીએ 2.8 કરોડમાં ખરીદ્યો હતો. અહેવાલ મુજબ મુંબઈની ટીમે ડિ કોકને આટલી જ રકમમાં ટીમમાં સામેલ કર્યો છે
મુંબઈ ઈન્ડિયન્સ પાસે ડિ કોક પહેલા જ બે વિકેટકિપર ઈશાન કિશન અને આદિત્ય તરે પહેલાથી જ હાજર છે. આ સ્થિતિમાં ડિ કોકને ટીમમાં સામેલ કરવાની મુંબઈની એક ખાસ રણનીતિ હોઈ શકે છે. ક્વિન્ટન ડિ કોક સાઉથ આફ્રિકા માટે વર્લ્ડ ક્લાસ વિકેટકિપંગની સાથે ટોપ ઓર્ડરમાં આક્રમક બેટિંગ પણ કરે છે.
સ્પોર્ટ્સ વેબસાઇટ ઈએસપીએન ક્રિકઈન્ફો મુજબ, ડિ કોકોને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈની ટીમે મોટો ફેંસલો લેતા બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન અને શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયાને આઈપીએલ 2019 પહેલા ટીમમાંથી રિલીઝ કરી દીધા છે.
મુંબઈઃ સાઉથ આફ્રિકાના વિકેટકિપર ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકે IPL 2019 પહેલા તેની વર્તમાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સાથ છોડી દીધો છે. ડિ કોક આઈપીએલની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો નજરે પડશે.