બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં 161 રન બનાવ્યા હતા અને સીએસકે આઠ વિકેટ ગુમાવીને માત્ર 160 રન બનાવી શકી હતી.
આમ તો આ મેચમાં આરસીબી માટે પાર્થિવ પટેલ, મોઈન અલી, એબી ડિવિલિયર્સ જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ વિરાટ કોહલીએ મેચ બાદ હાલમાં જ આરસીબી સાથે જોડાયેલ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, તેના ટીમમાં હોવાથી ખૂબ જ ખુશ છું.
વિરાટે સ્ટેનનો આભાર માનતા કહ્યું, ‘હું આ વ્યક્તિનો આભાર માનવા માગું છું જે આરસીબીની ટીમમાં 9 વર્ષ બાદ પરત ફર્યો અને પ્રથમ બે મેચમાં જ તફાવત જોવા મળ્યો.’
એટલું જ નહીં આઈપીએલની વેબસાઈટે પણ મેચ બાદ એક વીડિયો શેર કર્યો જેમાં વિરાટ કોહલી અને સ્ટેન સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.