અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તો આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે, જેમાં એક કાર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લઈ હીટ એન્ડ રન સર્જ્યો હતો.
અમદાવાદના શાંતીપુરા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી 6 જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ દુર્ઘટનામાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
રવિવારે લગભગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક કાર ચાલકે બેફામ રીતે ફૂલ સ્પીડમાં રીક્ષા, બાઈક અને કાર સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે તેમાંથી એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજ્યું છે.
લોકોના ટોળાએ કાર ચાલકને પકડી મેથીપાક પણ આપ્યો અને પોલીસને હવાલે કરી દીધો છે. વિફરેલા ટોળાએ કારમાં તોડફોડ પણ કરી છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, કાર ચાલકે એકસાથે 6 જેટલા વાહનોને લીધા અડફેડે, જાણો વિગત
abpasmita.in
Updated at:
22 Apr 2019 08:55 AM (IST)
અમદાવાદના શાંતીપુરા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી 6 જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ દુર્ઘટનામાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -