જયપુરઃ આઈપીએલની 12મી સિઝનની 14મી મેચ આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં બેગ્લોરની ટીમે રાજસ્થાને 159 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પાર્થિવ પટેલની 67 રનની શાનદાર ઇનિગની મદદથી બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો છે. પાર્થિવ સિવાય માર્કસ સ્ટોઈનિસે અણનમ 31 રન બનાવ્યા હતા જ્યારે કોહલીએ 23 રન, ડિવિલિયર્સે 13 રન બનાવ્યા હતા.  રાજસ્થાન તરફથી શ્રેયાસ ગોપાલે ત્રણ વિકેટ ઝડપી હતી.


ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં રમી રહેલી બેંગ્લોરની ટીમ આ સિઝનમાં ત્રણ મેચ રમી અને ત્રણેયમાં હારનો સામનો કર્યો છે. જ્યારે સામેની ટીમ રાજસ્થાન રોયલ્સ પણ ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં હાર મળી છે. હવે આજે કોઈ એક ટીમ તેની જીતનું ખાતું ખોલશે. સ્કોર બોર્ડમાં નેટ રનરેટનાં આધારે બેંગ્લોર સૌથી છેલ્લા સ્થાને છે. જ્યારે રાજસ્થાન 7માં ક્રમાંકે છે.