આ ચેન્નઈની આ સીઝનમાં પોતાના ઘરમાં પ્રથમ હાર છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં પાંચ મેચ રમ્યા હતા અને તમામમાં જીત મેળવી હતી. ધોની ટીમમાં ન હોવા પર સુરેશ રૈનાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
આ જીતથી ખુદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહત શર્માએ પણ મેચ બાદ એ વાત સ્વીકારી કે ધોની ન હોવાથી તેની ટીમીને ફાયદો થયો હતો.
મેચ બાદ રોહિત શર્માએ કહ્યું, “અમારા માટે પણ ટોસ હારવું સારું ન હતું. અમે ટાર્ગેટનો પીછો જ કરત. કારણ કે અમે જાણીએ છીએ કે પ્રથમ બેટિંગ કરીએ કે પ્રથમ બોલિંગ અમારે સારું ક્રિકેટ રમવું પડશે. ટોસ અમારા કન્ટ્રોલમાં નથી હતો. પરંતુ ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. કારણ કે ચેન્નઈમાં આવીને રમવું ક્યારેય સરળ નથી હોતું. તમારે દરેક રન અને વિકેટ માટે સખત મેહનત કરવી પડે છે.”
સીએસકેના કેપ્ટન ધોનીના ન હોવા પર રોહિતે કહ્યું, જ્યારે પણ ધોની ન રમે ત્યારે વિરોધી ટીમને એક અલગ પ્રકારનું બૂસ્ટ મળે છે. ખાસ કરીને જ્યારે તે ન હોય અને તેની ટીમે ટાર્ગેટનો પીછો કરવાનો હોય તો તેમના માટે મુશ્કેલી વધી જાય છે. જોકે તે બીમાર હતા અને તેના પર કોઈનું કંઈ ન ચાલે.”