નવી દિલ્હીઃ સિંઘમ ફિલ્મમાં અજય દેવગનની હિરોઈન કાજલ અગ્રવાલના દિવાના તો ટોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કાજલ કોની દિવાની છે? કાજલ જેના પ્રેમમાં દિવાની છે તે વ્યક્તિનું નામ જાણીને તમે ચોંકી જશો. કાજલ અગ્રવાલ એક્ટર નહીં પરંતુ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી રોહિત શર્માની દિવાની છે. આ અંગેનો ખુલાસો એક્ટ્રેસે પોતે કર્યો છે.



કાજલ અગ્રવાલે સિંઘમ, સ્પેશિયલ 26 અને દો લફ્ઝો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે મગધીરા જેવી હિટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ તેના કરિયરની સૌથી વધારે કમાણી કરનારી હતી.



કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર પણ ખાસ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. કાજલ ઈન્સ્ટાગ્રામ પર પણ બિકિની ફોટો શેર કરતી રહે છે. જેના તેના ફેન્સ પણ પસંદ કરે છે.