હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન ની (અણનમ 70) રનની ઈનિંગના દમ પર બેંગ્લોર સામે 176 રનનો મજબૂત લક્ષ્યાંક આપ્યો હતો. જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.2 ઓવરમાં ઓવરમાં ચેઝ કર્યો હતો. આરસીબી તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી હતી.
બેંગ્લોર તરફથી હેટમાયરે 47 બોલમાં 6 છગ્ગા અને 4 ચોક્કા સહિત 75 રન કર્યા હતા. જયારે ગુરકિરત સિંહે 48 બોલમાં 8 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 65 રન કર્યા હતા. હૈદરાબાદ માટે ખલીલ અહેમદે 3 વિકેટ, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ અને રાશિદ ખાને 1 વિકેટ ઝડપી હતી.
આઈપીએલ સીઝન-12માં હૈદરાબાદની પણ આ અંતિમ મેચ હતી. આરસીબીના 14 મેચમાં 6 જીત અને 8 હાર સાથે 12 પોઈન્ટ છે. હવે પ્લેઓફમાં જવા માટે હૈદરાબાદે કોલકતા નાઈટ રાઈડર્સની હાર માટે પ્રાથના કરવી પડશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ હારે તો હૈદરાબાદ પ્લેઓફમાં ક્વોલિફાય કરશે. કોલકાતાના 13 મેચમાં 12 પોઇન્ટ છે, પરંતુ તેની નેટ રનરેટ હૈદરાબાદ કરતા ઓછી છે, તેવામાં તેનો મુંબઈ સામેનો મુકાબલો પ્લેઓફમાં ક્વોલિફાય કરનાર ચોથી ટીમ કોન બને છે તે નક્કી કરશે.
હૈદરાબાદની ઇનિંગ દરમિયાન યુસુફ પઠાણને આઉટ કરવાની સાથે જ ચહલે આઈપીએલમાં 100 વિકેટ લેવાની સિદ્ધી હાંસલ કરી હતી. તે આઇપીએલમાં સૌથી ઓછી મેચમાં 100 વિકેટ લેનારો ચોથો બોલર છે.
બંને ટીમો આ પ્રમાણે છે.
રિયાન પરાગે રચ્યો ઈતિહાસ, બન્યો IPLમાં અડધી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન
આ એક્ટ્રેસ રાત્રે ચલાવે છે ઓટો રિક્ષા, બોમન ઇરાનીએ શેર કર્યો વીડિયો