નવી દિલ્હીઃ ચેન્નેઇ સુપર કિંગ્સે બુધવારે તેના ઘર એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 80 રનથી હાર આપીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે. આ મેચમાં ચેન્નાઇની બેટિંગ દરમિયાન અંતિમ ઓવરમાં ધોનીએ વિસ્ફોટક બેટિંગ કરીને છેલ્લા બે બોલમાં બે સિક્સ ફટકારી હતી. ધોની 22 બોલમાં 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

ધોનીએ 20મી ઓવરના પાંચમા બોલ પર સિક્સ ફટકારતાની સાથે જ સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. આ દરમિયાન તેની પત્ની સાક્ષીએ પણ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે શોટ ફટકારતાં જ સાક્ષી ઉછળી પડી હતી અને તાળિયો સાથે ધોનીની સિક્સનું સ્વાગત કર્યું હતું.


ધોનીની બેટિંગને તેની પત્ની સાક્ષી બીજા ક્રિકેટ પ્રેમી જેટલી જ એન્જોય કરે છે.