IPL: સેહવાગે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે છેડો ફાડ્યો, ટ્વિટર પર આપી જાણકારી
સેહવાગે આઈપીએલમાં 104 મેચમાં કુલ 2728 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 16 અડધી સદી સામેલ છે. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાં હજુ સુધી એક પણ વખત વિજેતા બની શકી નથી.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે શનિવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે છેડો ફાડી નાંખ્યો છે. તે 2016થી આ ટીમ સાથે સંકળાયેલો હતો અને આઈપીએલની 3 એડિશનમાં ટીમનો મેન્ટર હતો. સેહવાગ કિંગ્સ ઈલેવન ટીમ તરફતી આઈપીએલમાં 2 વખત ખેલાડી તરીકે પણ રમ્યો હતો. વન ડે કરિયરમાં 8000થી વધારે રન બનાવનારા સેહવાગે ટ્વિટ કરીને તેના ફેંસલા અંગે જણાવ્યું હતું.
સેહવાગે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ સારી ચીજોનો અંત હોય છે અને મેં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સાથે સારો સમય ગાળ્યો. હું 2 સીઝનમાં ટીમ તરફથી રમ્યો અને 3 સીઝન સુધી ટીમનો મેન્ટર રહ્યો. કિંગ્સ 11 પંજાબથી અલગ થઈ રહ્યો છું અને ટીમ સાથે સારો સમય વીતાવવા બદલ તમામનો આભાર માનું છું. ટીમને ભવિષ્ય માટે શુભકામના.
સેહવાગે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.