19 વર્ષના બોલરે કુંબલેના કારનામાની કરી બરાબરી, બન્યો ક્રિકેટ વિશ્વનો ત્રીજો બોલર, જાણો વિગત
સિદક સિંહ 2015માં મુંબઈ તરફથી 7 ટી20 મેચ રમ્યો હતો. 15 વર્ષની ઉંમરે મુંબઈ તરફથી ડેબ્યૂ કરનારો તે બીજો સૌથી યુવા ખેલાડી હતો. 1980માં સચિન તેંડુલકર 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App19 વર્ષીય સિદક સિંહે 17.5 ઓવરમાં 7 મેડન નાંખીને 31 રન આપી 10 વિકેટ લીધી હતી. જેના કારણે મણિપુરની સમગ્ર ટીમ 71 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
સ્પિનર સિદક સિંહે સીકે નાયડુ અંડર-23 ટુર્નામેન્ટમાં અનિલ કુંબલેની એક ઈનિંગમાં 10 વિકેટ લેવાના કારનામાનું પુનરાવર્તન કર્યું હતું. સિદક સિંહે મણિપુર સામે સીએપી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
મુંબઈઃ સીકે નાયડુ ટ્રોફીની વર્તમાન સીઝન શરૂ થઈ ત્યારે નવી ટીમ પુડ્ડુચેરીને લઈ વિવાદ થયો હતો. વિજય હજારે ટ્રોફીમાં માત્ર એક મેચ રમ્યા બાદ યોગ્યતા વિવાદને લઈ ટીમે બહારના રાજ્યોમાંથી 8 ખેલાડીઓ ટીમમાં સામેલ કરવા પડ્યા હતા. શનિવારે પુડ્ડુચેરી તરફથી રમતા અન્ય રાજ્યના ખેલાડીએ ઈતિહાસ રચી દીધો હતો.
1999માં કુંબલેએ પાકિસ્તાન સામે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર 74 રન આપીને 10 વિકેટ લીધી હતી. આમ કરીને તેણે ઈંગ્લેન્ડના જિમ લેકરની બરાબરી કરી હતી. આમ તે (ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં) આવી સિદ્ધી મેળવનારો માત્ર ત્રીજો ક્રિકેટર બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -