નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 41મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સનો મુકાબલો છે. મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ 49 બોલમાં અણનમ 83 રન બનાવ્યા હતા.  તેણે ડેવિડ વોર્નર (45 બોલમાં 57 રન) સાથે બીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. હરભજન સિંહે 39 રનમાં 2  વિકેટ લીધી હતી.


બંને ટીમો આ પ્રમાણે છે.