IPL 2019 ભારતમાં નહીં રમાય ? જાણો ક્યાં યોજાઈ શકે છે ક્રિકેટનો મહાકુંભ
જો બધુ નિયમો મુજબ ચાલશે તો આઈપીએલનો અને લોકસભા ચૂંટણી એક સાથે આવશે. જેના કારણે બીસીસીઆઈ આઈપીએલને દેશની બહાર રમાડી શકે છે. જો ચૂંટણી તારીખો અને આઈપીએલ સાથે હશે તો સાઉથ આફ્રિકામાં રમાડાશે. જ્યારે તારીખોમાં ઓછો તફાવત હશે તો અડધી મેચો યુએઈ અને અડધી ભારતમાં રમાડાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ મિરરના અહેવાલ મુજબ આ વખતે આઈપીએલનું આયોજન 29 માર્ચથી 19 મે દરમિયાન કરાશે. સામાન્ય રીતે આઈપીએલનું આયોજન એપ્રિલના પ્રથમ સપ્તાહની આસપાસ થતું હોય છે. પરંતુ લોઢા સમિતિની ભલામણો ધ્યાનમાં રાખી બોર્ડ વિશ્વ કપના 15 દિવસ પહેલા તેને ખતમ કરવા માંગે છે.
નવી દિલ્હીઃ રાજકીય પક્ષો 2019ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ BCCIની નજર પર ચૂંટણી તારીખો પર છે. અહેવાલ મુજબ બીસીસીઆઈએ IPLને લઈ આયોજન કરી લીધું છે અને આ વખતે તેનો રોમાંચ ભારતમાં જોવા ન મળે તેવી સંભાવના છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ માટે યુએઈ આદર્શ સ્થાન છે. કારણકે અહીંયાના સમયથી ભારતીય ક્રિકેટ ફેન્સને કોઈ પરેશાની થતી નથી, પરંતુ બીજી તરફ બોર્ડ ત્યાંના મેદાનોને લઈ અવઢવમાં છે. કારણકે અહીંયા માત્ર 3 જ ગ્રાઉન્ડ છે અને તેના પર 60 મેચ રમાડી શકાય તેમ નથી.
આ પહેલા 2009 લોકસભા ચૂંટણી દરમિયાન આઈપીએલનું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. જ્યારે 2014માં આઈપીએલને બે હિસ્સામાં વહેંચી નાંખવામાં આવી હતી. તે વર્ષે આઈપીએલનો પ્રથમ તબક્કો યુએઈ અને બાકીની મેચો ભારતમાં રમાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -