દુબઈ: મહાન ક્રિકેટર અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે આઈપીએલ મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના પ્રદર્શનને લઈ ખરાબ ટિપ્પણી કરી હતી. તેના પર અનુષ્કા શર્માએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર નિવેદન જાહેર કર્યું છે.

અનુષ્કા શર્માએ કહ્યું કે, “સુનીલ ગાવસ્કર, આપને કહેવા માંગું છું કે, આપના દ્વારા આપવામાં આવેલું નિવેદન ખૂબજ અપ્રિય છે. હું આપને પૂછવા માંગું છું કે આપ આવા નિવેદનો શા માટે આપો છો અને એક ક્રિકેટરના ખેલ માટે તેમની પત્નીને જવાબદાર કેમ ગણાવો છો. ”

તેમણે કહ્યું કે, હું આ સારી રીતે જાણું છું કે, તમે તમામ ક્રિકેટરની પર્સનલ જીવનનું આદર કર્યું છે, તો આપને એવું નથી લાગતું કે, તેવું મારી સાથે પણ થવું જોઈએ.



ઉલ્લેખનીય છે કે, કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ગુરુવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન કોહલીનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. મેચ દરમિયાન બે કેચ છોડયા બાદ કોહલી બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો અને માત્ર રન જ બનાવી શક્યો હતો.

કોમેન્ટ્રી બૉક્સમાં બેઠેલા ગાવસ્કરે કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કાને લઈને ટિપ્પણી કરી હતી. આ ટિપ્ણી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કેપ્ટનના પ્રશંસકોને પણ સારી નહોતી લાગી અને કેટલાકે તો બીસીસીઆઈને કોમેન્ટ્રી પેનલમાંથી ગાવસ્કરને હટાવવાની માંગ પણ કરી હતી.