અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સેશન્સ કોર્ટમાંથી રાહત ના મળી. ગુજરાત બહાર જવા માટે જામીનની આ શરતોમાં સુધારાની માંગણી સાથે હાર્દિકે કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાના કારણે વારંવાર ગુજરાત બહાર તેમજ દિલ્હી જવું પડતું હોવાના કારણે ૧૨ અઠવાડિયા સુઈ જામીનની શરતો સુધારવામાં આવે તેવી હાર્દિકની માંગણી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચે અરજીનો વિરોધ કર્યો હતો.


કોંગ્રેસના નેતા અને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કરેલી અરજી અંગે સેશન્સ કોર્ટે ગઈ કાલે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને હાર્દિકની અરજી ફગાવી દીધી હતી. હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે પણ વિરોધ કર્યો હતો.

સરકારે કોર્ટમાં અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવા યોગ્ય નથી. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.