ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 13મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવી વિજયી શરૂઆત કરી દીધી છે. જો કે, સીએસકેને પ્રથમ મેચમાં પોતાના સ્ટાર ખેલાડી ડ્વેન બ્રાવો વગર જ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે પુષ્ટી કરી છે, કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો આઈપીએલ 13ની કેટલીક મેચો નહીં રમી શકે.


ઈજામાંથી ઉભરી રહેલા વેસ્ટઈન્ડિઝના આ અનુભવી ખેલાડીની ગેરહાજરી બાદ પણ ત્રણ વખત ચેમ્પિયન સીએસકે પ્રથમ મેચ સરળતાથી જીતી લીધી હતી. ફ્લેમિંગે મેચ બાદ કહ્યું કે, “ડ્વેન કેટલીક મેચો માટે બહાર રહેશે.”

બ્રાવો હાલમાંજ પૂરી થયેલી કેરેબિયાઈ પ્રીમિયર લીગ દરમિયાન ઈજા પહોંચી હતી. તેને ઘૂંટણમાં ઈજા થવાના કારણે ફાઈનલ રમ્યો નહોતો. બ્રાવોની જગ્યાએ રમી રહેલા ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરેને 6 બોલમાં 18 રનની ઈનિંગ રમી સીએસકેને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જ્યારે અંબાતી રાયડૂ અને ફાફ ડૂ પ્લેસિસે અડધી સદી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પહેલેથી જ આ સીઝનમાં સ્ટાર ખેલાડીઓની ખોટથી ઝઝૂમી રહી છે. સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના અને સ્પિનર હરભજન સિંહ પણ આ સીઝનમાં નથી રમી રહ્યાં.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ