મેચના પ્રથમ બોલ પર ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ જોફ્રા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. શૉને આઉટ કર્યા બાદ આર્ચરે બીહુ ડાંસ કર્યો હતો. મેચના પ્રથમ બોલ આર્ચરે ઈન સ્વિંગ ફેંકયો અને શૉ સામેની તરફ શોટ ફટકારવાના ચક્કરમાં બોલ્ડ થયો હતો.
શોને ગોલ્ડન ડક પર ટ કર્યા બાદ આર્ચર આસામનો બીહૂ ડાંસ કરતો નજરે પડ્યો હતો. આર્ચરના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ પહેલા ચાલુ સીઝનમાં આર્ચર પૃથ્વીને પેવેલિયન મોકલી ચુક્યો છે.