લંડનઃ લગભગ એક સદી જૂની વેકસીન કોરોના સામે રક્ષણ આપી શકતી હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. તેથી બ્રિટનના વૈજ્ઞાનિકે 1921ની વેક્સીન Bacille Calmette-Guérin (BCG) નું પરીક્ષણ શરૂ કર્યું છે. જેનો ઉદ્દેશ વેક્સીનથી કોવિડ-19 બીમારીમાં જીવ બચાવવાનો છે.


એક્સેટર યૂનિવર્સિટીમાં માનવ પરીક્ષણમાં આશરે એક હજાર લોકો હિસ્સો લેવાના છે. માનવ પરીક્ષણમાં મોટાભાગના સ્વાસ્થ્ય કર્મીઓ અને મેડિકલ સાથે જોડાયેલા લોકોને રાખવામાં આવ્યા છે. આ લોકોને કોરોનાથી સંક્રમિત થવાનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. શોધકર્તા વેક્સીનને પ્રભાવી થવામાં વધારે ઝડપ લાવવા માંગે છે. એક્સેટર યૂનિવર્સિટીના સેમ હિલ્ટર પણ પરીક્ષણમાં હિસ્સો લઈ રહ્યા છે.

તેમનું કહેવું છે કે, BCG કોવિડ-19થી સંક્રમિતત થયા બાદ તમને વધારે બીમાર નહીં થવા દે તે સારો વિચાર છે. તેથી હું વેક્સીનથી થોડી સંભવિત સુરક્ષા મળવાની આશા રાખી રહ્યો છું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સીન ટીબીને અટકાવવાની સાથે અન્ય બીમારી કે સંક્રમણમાં અસરકારક સાબિત થઈ રહી છે. વેક્સીન જન્મ લેતાં બાળકોના મોતના કારણને અટકાવવામાં પણ મદદ કરી રહી છે અને તેના શ્વસન તંત્રથી સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે.

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અંતર્ગત થનારા પરીક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારના સંક્રમણમમાં બીસીજી વેક્સીનના પ્રભાવ અંગે શોધ થવી જોઈએ. પરંતુ લાંબા સમય સુધી ટીબીની બીમારીની વેક્સીને સમસ્યાનું સમાધાન નથી. ટીબીની વેક્સીન બીસીજીથી અન્ય સંક્રમણ સામે સુરક્ષા મળતી હોવાના કેટલાક પુરાવા મળ્યા છે.

Bihar Elections 2020: ભાજપે વધુ 35 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ, જુઓ લિસ્ટ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કઈ જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલ્ટો ? જાણો વિગત

દેશમાં આવતીકાલથી ખૂલશે મલ્ટિપ્લેક્સ, જાણો કઈ કઈ ફિલ્મો બતાવાશે અને કયા નિયમોનું કરવું પડશે પાલન