IPLની તમામ મેચ આ વખતે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આઈપીએલની મેચ દિવસે 4 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે શરૂ થતી હતી, પરંતુ મેચ પુરી થવાના સમયને ધ્યાનમાં રાખીને હવે મેચ જલ્દી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. IPL 2020ની સિઝન આ વખતે 57 દિવસ ચાલવાની છે. અત્યાર સુધી IPL 45 દિવસમાં પૂરી થતી હતી. પરંતુ હવે તેના દિવસો વધારી દેવાયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPL 2020 57 દિવસ સુધી ચાલશે. માત્ર રવિવારે જ 2 મેચ રમાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હજી શેડ્યુલ ફાઈનલ નથી થયું, પરંતુ ફાઈનલ 24 મેના રોજ રમવાનું નક્કી છે.