નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ બિગ બેશ લીગમાં કંઈકને કંઈક એવી ઘટના બની રહી છે જે ચર્ચામાં આવી જાય છે. હાલમાં જ એક બાઉન્ડ્રીની બહાર પકડવામાં આવેલ કેચે બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. લીગની 29મી મેચમાં બ્રિસબેન હીટ અને હોબાર્ટ હરિકેંસની વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન હરિકેંસના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન મેથ્યૂ વેડનો વિવાદાસ્પદ કેચ મેટ રેનશો અને ટોમ બેનટને બાઉન્ડ્રીની બહાર પકડ્યો.


પ્રથમ ઇનિંગ દરમિયાન મેથ્યૂ વેડ 46 બોલરમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી રહ્યા હતા. આ દરમિયાન તેણે લોંગ ઓન પર એક શોટ ફટકાર્યો જે સીધો જ રેનશોની પાસે ગયો. કેચ પકડવા દરમિયાન રેનશો પોતાનું બેલેન્સ ખોઈ બેઠો અન તે બોલને હવામાં ઉછાળીને બાઉન્ડ્રીની બહાર ચાલ્યો ગયો. પરંતુ બોલ અંદર ન આવ્યો અને રેનશોએ બાઉન્ડ્રીની બહાર એવક વખત ફરી હવામાં ઉચળીને બોલને અંદર ફેક્યો અને ટોમ  બેનટને  બાઉન્ડ્રીની અંદર કેચ પકડી લીધો.


મેદાનમાં હાજર અમ્પાયર્સ આઉટ છે કે નહીં તે નિર્ણય આપી શક્યા ન હતા અને થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી. થર્ડ અમ્પાયર પણ થોડા મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા અને તેમણે વારંવાર રીપ્લે જોયયા બાદ વેડને આઉજ આપ્યો હતો.

વેડે બાદમાં જણાવ્યું હતું કે મને નિયમ અંગે જાણ નથી. એક વખત જ્યારે બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હોય તો મને નથી ખબર કે બોલને અડવાની મંજૂરી મળે છે કે નહીં. બિગ બેશ લીગના કેચના તે વિડીયોને લોર્ડ્સના ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરીને બેટ્સમેન કેવી રીતે આઉટ જાહેર કરાયો તે સમજાવ્યું હતું.