આઈપીએલ 2020 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આઈપીએલ 13ની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. પરંતુ શું તમે જાણો છે કે આઈપીએલની ટીમોની કેપ્ટનશીપ કરવા માટે તેમને કેટલો મોટો પગાર મળે છે. આઈપીએલની ટીમો સૌથી વધારે ભારતીય કેપ્ટન છે પરંતુ ઘણી ટીમોના કેપ્ટન વિદેશી ખેલાડીઓ પણ છે. પરંતુ આજે અમને તમને બતાવીશું કે આઈપીએલની ટીમોના કેપ્ટનને પગાર કેટલો મળે છે અને આઈપીએલમાં તે કેપ્ટનોનો રેકોર્ડ કેવો છે તો આવો એક નજર કરીએ.....


1) રોહિત શર્માનો પગાલ અને કેપ્ટનનો રેકોર્ડ
હિટમેન રોહિત શર્મા આઈપીએલનૌ સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી ચાર વખત આઈપીએલની ટ્રોફિ પોતાના નામે કરી ચૂકી છે. હાલ પણ આઈપીએલની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ જ છે. પહેલી મેચ પણ આ વખતે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની હોઈ શકે છે. રોહિત શર્માને આ વર્ષે ટીમની કેપ્ટનશીપ કરવા માટે 15 કરોડ રૂપિયા મળશે. જો રોહિત શર્માના કેપ્ટન રેકોર્ડની વાત કરવામાં આવે તો રોહિતે અત્યાર સુધી 109 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 64 મેચોમાં જીત થઈ છે જ્યારે 43 મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. બે મેચ એવી હતી જેમાં કોઈ પરિણામ આવ્યું નહતું. એટલે રોહિતની જીતનું સરેરાશ 59.63 ટકા છે.

2)મહેન્દ્ર સિંહ ધોનીનો પગાર અને કેપ્ટનનો રેકોર્ડ
મહેન્દ્ર સિંહ ધોની સતત ચર્ચામાં રહે છે. તે જ્યારે ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો ન હતો ત્યારે પણ તેની વાતો થઈ રહી હતી અને હવે આઈપીએલમાં રમવા જઈ રહ્યો છે ત્યારે તેની પણ ચર્ચા થઈ રહી છે. એમએસ ધોની હવે ટીમ ઈન્ડિયા માટે ક્યારે પણ રમશે નહીં પરંતુ આઈપીએલમાં આ વખતે રમતો જોવા મળશે. આ સાથે જ આગામી થોડા વર્ષો માટે રમે તેવી સંભાવના છે. એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપરકિંગ્સને ત્રણ વખત આઈપીએલને ચેમ્પિયન બનાવી છે. આ વખતે ધોનીને કેપ્ટનશીપ કરવા માટે સીએસકે તરફથી 15 કરોડ રૂપિયા પગાર આપવામાં આવશે. એટલે રોહિત શર્મા અને ધોનીની સેલેરી સરખી છે. એમએસ ધોનીએ પોતાની ટીમ માટે અત્યાર સુધી 183 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 113માં ટીમની જીત થઈ છે જ્યારે 68 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ધોનીની જીતની સરેરાશ ટકાવારી 62.36 છે.

3)શ્રેયસ ઐયરનો પગાર અને રેકોર્ડ
શ્રેયસ ઐયર ટીમ ઈન્ડિયાનો સૌથી ઉભરતો ખેલાડી છે. વિશ્વ કપ બાદ તેણે નંબર ચાર પર પોતાની જગ્યા બનાવી લીધી છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ આ વખતે શ્રેયસ ઐયરના હાથમાં હશે. દિલ્હીના શ્રેયસ ઐયર જેવા યુવાને કેપ્ટનશીપ આપીને મોટો દાવ રમ્યો છે. પરંતુ દિલ્હીના આઈપીએલ ઈતિહાસમાં રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. પરંતુ શ્રેયસ ઐયર કંઈ કમાલ કરી શકે છે. ઘણાં મોટા ખેલાડી શ્રેયસ ઐયરની કપ્ટનશીપ હેઠળ રમતાં જોવા મળી શકશે. શ્રેયર ઐયરને કેપ્ટનશીપ કરવાનો પગાર 7 કરોડ રૂપિયા છે. શ્રેયર ઐયરે હજુ સુધી 24 મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેામંથી તેની ટીમે 13 મેચમાં જીત મેળવી અને 10માં પરાજયનો સામનો કરવો પડ્યો. એક મેચનું પરિણામાં આવ્યું નહતું.

4)વિરાટ કોહલીનો પગાર અને રેકોર્ડ
હેવ વાત કરીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની. વિરાટ કોહલી આ વખતે પણ રોયલ ચેલેન્જર બેંગલોરનો કેપ્ટન છે અને ટીમ માલિકોએ વિરાટ કોહલી પર પૂરો વિશ્વાસ રાખ્યો છે. વિરાટ કોહલી વર્ષ 2013થી આ ટીમનો કેપ્ટન છે. પરંતુ વિરાટ કોહલી એક પમ વાર પોતાની ટીમને ખિતાબ જીતાડ્યો નથી. વિરાટ કોહલીને આ વર્ષ પણ આરસીબીન ટીમનો કેપ્ટન રહેશે અને તેના માટે તેને 17 કરોડ રૂપિયા મળશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 110 મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાંથી 49 મેચોમાં જીત થઈ છે જ્યારે 55માં પરાજય થયો છે.

5) કેએલ રાહુલનો પગાર અને રેકોર્ડ
કેએલ રાહુલ આ વખતે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમની કેપ્ટનશીપ કરશે. આ વખતે પંજાબે રાહુલ પર વિશ્વાસ મૂક્યો છે. આ વખતે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી કેએલ રાહુલને કેપ્ટનશીપ કરવા માટે 11 કરોડ રૂપિયા મળી રહ્યાં છે. જો રાહુલના કેપ્ટનશીપનો રેકોર્ડની વાત કરવામાં આવે તો તે મળશે નહીં કારણ કે તે પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે. કેએલ રાહુલની આ આઈપીએલ એટલા માટે ખાસ છે કે, તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનો પણ કેપ્ટન બની શકે છે. રાહુલની આઈપીએલમાં મોટી પરિક્ષા થશે અને આશા છે કે, તે આ પરિક્ષામાં સફળ થાય.

6) ડેવિડ વોર્નરનો પગાર અને રેકોર્ડ
હવે વાત કરીએ શાનદાર ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની. આ વખતે ફરી ટીમની કેપ્ટનશીપ ડેવિડ વોર્નરના હાથોમાં જોવા મળશે. પરંતુ થોડા વર્ષો માટે ડેવિડ વોર્નર ટીમમાં રહ્યો નહતો. ત્યારે કેન વિલિયમસને ટીમની કમાન સંભાળી હતી. કેનને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને ફાઈનલ સુધી લઈ ગયો હતો. હવે એક વાર ફરી ડેવિડ વોર્નરની વાપસ થઈ રહી છે. આ વખતે એસઆરએચ તરફથી ડેવિડ વોર્નરને કેપ્ટનશીપ કરવા માટે 12 કરોડ રૂપિયા આપવામાં આવશે. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ અત્યાર સુધી 47 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી 25 મેચમાં જીત થઈ છે જ્યારે 22 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

7) દિનેશ કાર્તિકનો પગાર અને રેકોર્ડ
કોલકત્તા નાઈટ રાઈડર્સ બે વાર આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. આ વખતે કેકેઆરની ટીમ નવી આશાની સાથે આઈપીએમાં જઈ રહી છે અને કેપ્ટનસીપ દિનેશ કાર્તિકના હાથો સોંપવામાં આવી છે. દિનેશ કાર્તિક અત્યાર સુધી ઘણી ટીમોમાંથી આઈપીએલની મેચો રમી ચૂક્યો છે પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી તે કેકેઆરની સાથે જ છે અને હવે કેપ્ટન પણ છે. આ વખતે દિનેશ કાર્તિકને કેકેઆર તરફથી કેપ્ટનશીપ કરવા માટે 7.4 કરોડ રૂપિયા મળશે. આંકડા પર એક નજર કરીએ તો, કાર્તિકે અત્યાર સુધી 22 મેચોમાં કેપ્ટનશીપ કરી છે તેમાંથી 11 મેચોમાં જીત થઈ છે જ્યારે 11માં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

8) સ્ટીવ સ્મિથનો પગાર અને રેકોર્ડ
હવે વાત કરીએ છીએ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીની જેના હાથમાં આઈપીએલ ટીમની કમાન હશે. સ્ટીવ સ્મિત આ વખતે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હશે. સ્ટીવ સ્મિથ પણ ઘણી ટીમોમાંથી આઈપીએલમાં રમી ચૂક્યો છે. પરંતુ હવે રાજસ્થાનની સાથે છે. આઈપીએલ ટીમે વિદેશીના હાથમાં કેપ્ટનસીપ સોંપી છે. આ વખતે સ્ટીવ સ્મિથને આઈપીએલમાં કેપ્ટનસીપ કવા માટે 12 કરોડ રૂપિયા મળશે. સ્ટીવ સ્મિથે અત્યાર સુધી 25 મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાંથી 17 મેચોમાં જીત થઈ છે જ્યારે 8 મેચમાં હાર થઈ છે.