IPL 2020 પહેલા રમાનારી ઓલ સ્ટાર મેચ પર ફરી વળ્યું પાણી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2020 10:13 PM (IST)
આઈપીએલ લીગની શરૂઆત પહેલા 25 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ ઑલ સ્ટાર મેચ રમાવાની હતી.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રમિયર લીગ (આઈપીએલ) 2020ના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. આ પહેલા રમનારી ઓલ સ્ટાર મેચ પર પાણી ફરી વળ્યું છે. હવે આ મેચ લગભગ રદ્દ થઈ શકે છે. આઈપીએલ લીગની શરૂઆત પહેલા 25 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ ઑલ સ્ટાર મેચ રમાવાની હતી. પરંતુ મેચને સ્થગિત કરવામાં આવી છે. આ વાતની પુષ્ટી આઈપીએલના ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન બૃજેશ પટેલે કરી છે . હવે ઓલ સ્ટાર મેચનું આયોજન આઈપીએલ 2020ની ફાઈનલ બાદ કરવામાં આવશે. ગત મહિનામાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મહત્વની બેઠક બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઑલ સ્ટાર મેચની જાહેરાત કરી હતી. બૃજેશ પટેલે કહ્યું કે અમે આ મેચને રદ નથી કરી,પરંતુ તેને સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચેરિટી માટે આયોજિત કરવામાં આવેલી આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એમએસ ધોનીના નેતૃત્વમાં રમશે. ઓલ સ્ટાર મેચમાં આઈપીએલની આઠ ફ્રેન્ચાઈજિઓના મુખ્ય ખેલાડી રમવાના છે.