નવી દિલ્હીઃ   ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે પાંચમો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં કોલકાતાના નાઈટ રાઈડર્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ 54 બોલમાં 6 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80  રન તથા  સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 47 રન બનાવ્યા હતા.

પોલાર્ડ 7 બોલમાં 13 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આજની મેચમાં સમાવેશ થવાની સાથે જ પોલાર્ડના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો હતો.  મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડની આ 150મી આઈપીએલ મેચ છે. આઈપીએલમાં એક જ ટીમ માટે 150 મેચ રમનાર પહેલો વિદેશી ખેલાડી બન્યો છે.

અત્યાર સુધી ત્રણ ભારતીય ક્રિકેટર આ કારનામું કરી ચૂક્યા છે.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ